Welcocme to K K College


યુનિવર્સિટીમાં ધંધુકાની કિકાણી કોલેજનું ઉત્કૃષ્ટ પરિણામ.
 
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા માર્ચ-એપ્રિલ-2018 માં લેવાયેલ બી.એ./બી.કોમની પરીક્ષામાં ધંધુકાની શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કૉમેર્સ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના નોંધનીય પરિણામો પ્રાપ્ત થયેલા છે. જેમાં B.A . Sem -6 માં ફર્સ્ટ ક્લાસ-46 વિદ્યાર્થીઓ, ડિસ્ટીંકશન-05 વિદ્યાર્થીઓ જેમાંથી 04 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં 32, 33, 46 અને 50 મો ક્રમ મેળવેલ છે. આ ચારેય વિદ્યાર્થીઓનો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર હતો.
B.Com Sem-6 માં કુલ 168 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી, જેમાંથી 50 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ફર્સ્ટ ક્લાસ અને 15 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ડિસ્ટીંકશન પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત B.Com Sem-4 માં પણ 22 વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ અને 10 વિદ્યાર્થીઓએ ડિસ્ટીંકશન પ્રાપ્ત કરેલ છે. જેમાં 2 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના 5માં ક્રમે સાજીદ બી. ખલિફા અને 34 માં ક્રમે દિવ્યા ટી. જાદવ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ બંને વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર મુખ્ય વિષયમાં અભ્યાસ કરે છે.
B.A. Sem-2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં 76 ફર્સ્ટ ક્લાસ મેળવેલ છે, અને 8 વિદ્યાર્થીઓએ ડિસ્ટીંકશન મેળવેલ છે. ઉપરાંત 3 વિદ્યાર્થીઓએ 29,47 અને 49 મો ક્રમ મેળવેલ છે.
ઉપરોક્ત વિદ્યાર્થીઓના પરિણામ પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓ, અધ્યાપક મિત્રો, આચાર્યશ્રી, ધંધુકા તાલુકા કેળવણી મંડળના હોદ્દેદારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ તબક્કે તેઓએ સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ કોલેજ દર વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક,સાંસ્કૃતિક, રમત-ગમતમાં ખાસ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે જે નોંધનીય છે. 

Established in 1964, Shri Kishandas Kikani Arts & Commerce college is the only college among four talukas, namely Dhandhuka, Barwala, Ranpur and Dholera. It is affiliated to Gujarat University. As the name suggests, it offers graduation in arts and commerce faculties, with Accountancy or Statistics available as main subject in commerce and Economics or Gujarati in arts. The college is equipped with a rich library, a computer lab and a Digital Education & Learning Lab (DELL). A Sports Hall with latest sports facilities is under construction. Read more

Principal's Speech


Alumni 
(Past Students' Association)

Past students of the K K College are requested to provide their information 
here.